મદદનીશ પ્રાધ્યાપક (રસાયણશાસ્ત્ર)

જીપીએસસી-ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૨ ૨૦૧૮

સુરેન્દ્રનગરથી આપ સૌ મિત્રોને મારાં નમસ્કાર!

હું મહેશ જાદવ આપનું અહી સ્વાગત કરું છું અને આપનો આભારી છું કે આપે સમય લઈ મુલાકાત લીધી!

મારું વતન સુરેન્દ્રનગર જીલ્લાનું એક ગામ પણ અભ્યાસ અર્થે અને રોજગારી માટે સુરેન્દ્રનગર શહેરમાં આવી વસ્યાં!

મારાં સ્નાતક કક્ષાનો અભ્યાસ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્ર વિષય સાથે શ્રી એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગરથી ૨૦૧૦માં પૂર્ણ થયો. ત્યારબાદ વિશેષ અભ્યાસ અર્થે રસાયણશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટ ખાતે જવાનું થયું, ત્યાંથી ૨૦૧૨માં અનુસ્નાતકની ઉપાધી પ્રાપ્ત કરી. સાથે સાથે જૂન-૨૦૧૨માં લેક્ચરરશીપ માટેની NET પરીક્ષા પાસ કરી!

૨૦૧૩માં સંશોધન કાર્ય માટે ભાવનગરમાં સ્થિત CSMCRI સંસ્થામાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ ૨૦૧૪માં ગોધરા ખાતે શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિષય માટે અધ્યાપક સહાયક તરીકેની નિમણુક મળી!

હું ૨૦૧૮થી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર માં મદદનીશ પ્રાધ્યાપક તરીકેની ફરજ નિભાવી રહ્યો છું. હાલ હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, મોરવાહડફ ખાતે કાર્યરત છું!