જીવન પ્રસંગો

નુતન વર્ષાભિનંદન!

મારાં તમામ સ્નેહીજનોને આ નવા વરસના ખુબ ખુબ અભિનંદન!

મારાં વડીલોને નૂતનવર્ષે અભિનંદન!

મારાં મિત્રોને નૂતન વર્ષાભિનંદન!

મારાં શુભચિંતકોને નવા વરસની શુભ કામનાઓ!

જેણે મારી તબિયતની દરકાર કરી હાલ-ચાલ પુછેલ તેમને નવા વરસની શુભેચ્છાઓ!

પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં સાથ આપ્યો તેવા સાથીઓને નૂતનવર્ષે ખુબ ખુબ અભિનંદન!

મારું બેકગ્રાઉન્ડ સુધારનાર અને મજબુત બનાવનારને નૂતનવર્ષે અભિનંદન!

મારાં ગુરુજનો કે જેણે મને જે જરૂરી છે તે શીખવ્યું, તેમને આ નવા વર્ષે મારાં અભિનંદન!

મારાં તમામ વિદ્યાર્થીમિત્રોને નવા વરસની શુભકામનાઓ! કે જેમણે મને એ માન-આદરભાવ આપ્યો!

અચાનક જ મને યાદ કરતા એવાં ઈશ્વરીય પ્રકૃતિવાળા મારાં સ્નેહીઓને પણ નવા વરસની શુભકામનાઓ!

હું જેને માત્ર યાદ કરી શકું છું એવાં મિત્રોને પણ નૂતન વર્ષાભિનંદન!

જેણે મારી ગેરહાજરીમાં મારો પક્ષ લઈ મારી વાતને ટેકો આપેલ, એવાં ઉમદા સાહસવાળા મારાં પરમમિત્રોને આ નવા વરસની ખુબ ખુબ શુભેચ્છાઓ!

જેને મારાં માટે પ્રેમ છે, ચિંતા કે મારી ઉન્નતિની ફિકર છે એવાં મારાં ચાહકો અને શુભચિંતકોને નુતન વર્ષાભિનંદન!

જેણે મને ભોજન, અને પથારીની વ્યવસ્થા કરી આપેલ એવાં પરોપકારીઓને પણ નવા વરસની શુભેચ્છાઓ પહોચે!

મારી ક્ષમતાઓ વધારી આપી, મારાં પ્રયત્નોના જે વખાણ કરે છે, મારી ભૂલોને જે મને બતાવે છે એવાં હોશિયાર અને બાહોસ માણસોને નૂતન વર્ષાભિનંદન!

જેણે મારી પાસે કોઈ મદદ નથી માંગી, જેને મારી કોઇપણ બાબતે જરૂર પણ નથી, છતાં… એમનાં જીવનમાં મારું સ્થાન સુનિશ્ચિત છે તેવા વિશાળ મનવાળાને પણ નવા વર્ષની શુભેચ્છાઓ!

જેણે મને શારીરિક, માનસિક, અધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય તેમજ કોઇપણ એવી બાબત કે જે જીવનનો અગત્યનો ભાગ છે અને મને તેમાં ઉન્નત બનવા અને મજબુત બનવા મદદ કરી છે, સહાય કરી છે, મારાં પથદર્શક બન્યા છે એવાં દરેકને નૂતનવર્ષે ખુબ ખુબ અભિનંદન!

મારી ભૂલોથી થતા નુકશાનમાંથી મને રક્ષણ આપેલ, મારાં પર આવતાં વિઘ્નો અને મુશ્કેલીઓમાં મને અંગત ગણી પોતાની ક્ષમતાઓ મુજબ સંરક્ષણ પ્રદાન કર્યું એવાં મિત્રોને નવા વર્ષે ખુબ શુભેચ્છાઓ!

જે મને પસંદ કરતા નથી અથવા જે મારું કૈક બગાડવા માંગે છે પરંતુ તેવો મારું જેટલું અહિત કરી શકે છે એટલું કર્યું નથી! જેણે મને માફ કરેલ છે, જતો કરેલ છે અને જેની ક્ષમા મને મળેલ છે એવાં વીરોને પણ નૂતનવર્ષે મારાં અભિનંદન!

મારાં જીવન સાથે, તેના ઉત્થાન માટે, તેના હોવાપણા માટે, જાગૃતિ અને ઉન્નતિ માટે, મારાં શ્વાસના ક્રમને જાળવી રાખનાર, સીધી તેમજ આડકતરી રીતે જે મારાં જીવનમાં ઓતપ્રોત છે, સમાવિષ્ટ છે એવાં દરેક આત્મજનોને એમના ઉપકારો અને આશિષોને યાદ કરતા હું એ તમામને આ નૂતન વર્ષે ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું!

જે મારાં મનમાં ઉત્તમ સ્થાન ધરાવે છે તેવોને નૂતનવર્ષે અભિનંદન!

જેનાં મન અથવા જીવનમાં હું છું, અને મારાં મન અને જીવનમાં જેવો છે એ તમામને આજે નવા વરસના ખુબ ખુબ અભિનંદન!

આપ સર્વેને મારાં તરફથી નૂતન વર્ષાભિનંદન!

-મહેશ જાદવ

Leave a Reply