મારાં શબ્દો 'ટૂંકમાં'

મારાં શબ્દો ‘ટૂંકમાં’-૧ (in short-01)

હર ‘એક’નો વ્યક્તિગત ‘અભિપ્રાય’ જરૂરી છે.

મહેશ જાદવ

બાળકને જોતાં એવું લાગ્યું કે, આપણે નિખાલસતાનાં ભોગે પરિપક્વતા પ્રાપ્ત કરી અને નિર્દોષતાનાં ભોગે કપટ… નુકસાન બવ મોટું કે’વાય આ.

મહેશ જાદવ

એ લોકો આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નત છે… કેમકે નિર્ધન અને નિરાધાર હોવા છતાં ચોરી કે લૂંટ કરતા નથી!

મહેશ જાદવ

આધ્યાત્મિકતા એ માત્ર ધાર્મિક-સ્વાધ્યાય નથી, એ એક અભિગમ અને દ્રષ્ટિકોણ છે.

મહેશ જાદવ

જે ખાતો નો’તો… જે ખાતો નથી, ‘ને જે ખાશે પણ નય…

તોય, એને ખાવા માટે એના ખાતા માં આટલું બધું ખાવાનું!

કેમ? 

મહેશ જાદવ

Leave a Reply